નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે સમજાવી દીધુ છે કે ગિલગિટ અને બાલ્ટિસ્તાન તેના અભિન્ન અંગ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જમ્મુ અને કાશ્મીર સબ ડિવિઝનને હવે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ કહેવાનું શરૂ કરી દીધુ છે. ગિલગિટ અને બાલ્ટિસ્તાન તથા મુઝફ્ફરાબાદ, બંને પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી રાખ્યો છે. મંગળવારે IMDએ નોર્થવેસ્ટ ઈન્ડિયા માટે જે અનુમાન જાહેર કર્યું તેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન તથા મુઝફ્ફરાબાદને પણ સામેલ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ મહત્વનું છે IMDનું આ પગલું?
IMD તરફથી પોતાના બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફારાબાદને જગ્યા આપવી એ મહત્વનું પગલું છે. IMDના ડાઈરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે IMD સમગ્ર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ માટે વેધર બુલેટિન બહાર પાડે છે. અમે બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદનો ઉલ્લેખ કરી રહ્યાં છે કારણ કે તે ભારતનો હિસ્સો છે. આ મહિનાની શરૂઆતમાં જ ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાનનો આ વિસ્તારો પર કોઈ હક નથી. હકીકતમાં ત્યાંની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાન સરકારને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા હતાં. ભારત સરકારે તેના પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી અને કહ્યું કે પાકિસ્તાને ત્યાં હસ્તક્ષેપ કરવાનો કોઈ હક નથી. 



પાકિસ્તાનની કોર્ટ નિર્ણય લઈ શકે નહીં-ભારત
વિદેશ મંત્રાલયે પાકિસ્તાના વરિષ્ઠ રાજનયિકને આપત્તિ પત્ર પણ આપ્યો હતો. નિવેદન મુજબ તથાકથિત ગિલગિટ અને બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના આદેશ પર પાકિસ્તાન સમક્ષ આકરો વિરોધ વ્યક્ત કરાવ્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે સ્પષ્ટરીતે જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ સમગ્ર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન પણ સામેલ છે, તે સંપૂર્ણ રીતે કાનૂની અને અપરિવર્તનીય વિલય હેઠળ ભારતનું અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની સરકાર કે તેની ન્યાયપાલિકાને તે વિસ્તારોમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ હક નથી જે તેણે ગેરકાયદેસર રીતે તથા જબરદસ્તીથી કબ્જો જમાવેલો છે. 


ભારતે આપ્યો કાનૂની હવાલો
પાકિસ્તાનને ભારતે કહ્યું હતું કે સંસદમાંથી 1994માં પાસ થયેલા પ્રસ્તાવમાં જમ્મુ અને કાશ્મીર પર સ્થિતિ સ્પષ્ટ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનનું હાલનું પગલું કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કેટલાક ભાગો પર તેના ગેરકાયદે કબ્જાને છૂપાવી શકે નહીં. અને તેના પર પડદો નાખી શકે નહીં કે છેલ્લા સાત દાયકાથી આ વિસ્તારોમાં રહેતા લોકોના માનવાધિકારોનો ભંગ કરવામાં આવ્યો, શોષણ કરવામાં આવ્યું અને તેમને સ્વતંત્રતાથી વંછિત રાખવામાં આવ્યાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube